જામિયા-AMU હિંસા: સુપ્રીમમાં દોડી આવેલા અરજીકર્તાઓની CJIએ બરાબર ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું?
નાગરિકતા કાયદા વિરુદ્ધ જામિયા અને એએમયુમાં થયેલા વિરોધ પ્રદર્શન સામે થયેલી પોલીસ કાર્યવાહીને લઈને સુપ્રીમમાં અરજીઓ દાખલ થઈ હતી જેના પર આજે સુનાવણી થઈ.
Trending Photos
નવી દિલ્હી: જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી (Jamia Millia Islamia University) અને AMUમાં થયેલી હિંસાના મામલે હસ્તક્ષેપ કરવાની સ્પષ્ટપણે ના પાડી દીધી. સુપ્રીમ કોર્ટે (Supreme Court) અરજીકર્તાઓને સંબંધિત હાઈકોર્ટમાં જવાની સલાહ આપી દીધી. સુપ્રીમે (Supreme Court) કહ્યું કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આ મામલે તપાસના આદેશ આપી શકે છે. આ પ્રકારના પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીઓની ધરપકડ પર રોક લગાવવાની તેમણે સ્પષ્ટ ના પાડી દીધી. કોર્ટે કહ્યું કે આ મામલો અનેક રાજ્યોમાં ફેલાયેલો છે. અમારું સ્પષ્ટ માનવું છે કે તપાસ કમિટી બનાવવાથી કશું વળશે નહીં. CJIએ કહ્યું કે CAA વિરુદ્ધ પ્રદર્શનમાં જે વિદ્યાર્થીઓને ઈજા થઈ છે તેમણે હાઈકોર્ટમાં જવું જોઈએ. હાઈ કોર્ટ તેના પર સુનાવણી કરી શકે છે.
ચીફ જસ્ટિસની કડક ટિપ્પણીઓ....
1. અમે આ મામલે પક્ષપાતી નથી.
2. પરંતુ જ્યારે કોઈ કાયદો તોડે તો પોલીસ શું કરશે?
3. કોઈ પથ્થર મારે, બસ બાળી મૂકે.. તો પોલીસને FIR નોંધતા કેવી રીતે રોકી શકીએ?
4. જો કોઈ પોલીસ અધિકારી જુએ કે કોઈ પથ્થર ફેંકી રહ્યાં છે, તો એફઆઈઆર દાખલ થવી જોઈએ નહીં?
5. બસમાં કોણે આગ લગાડી? કેટલી બસ બાળી મૂકી?
6. અમે અહીં સરકારના સ્ટેન્ડમાં નથી જતા, અમે પણ CAA 2019 પર નિર્ણય લેવાના પોઈન્ટ પર હજુ નથી.
7. જ્યારે સીનિયર એડવોકેટ કોલિન ગોન્ઝાલ્વિસે જામિયાના વીસી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો તો CJIએ કહ્યું કે અમે સમાચાર રિપોર્ટના આધારે કોઈ પણ તારણ પર પહોંચવાના નથી.
8. સીનિયર વકીલ ઈન્દિરા જયસિંહે જ્યારે તેલંગાણા એન્કાઉન્ટરમાં SC દ્વારા તપાસ પંચ બનાવવાની વાત કરી તો સીજેઆઈએ કહ્યું કે તેલંગણા કેસમાં ફક્ત એક સમિતિ બનાવવાની હતી. અહીં આ મામલો નથી કારણ કે અનેક ઘટનાઓ ઘટી છે.
9. અરજીકર્તાના એક વકીલને સીજેઆઈએ કહ્યું કે આ કોઈ બૂમાબૂમ પાડવાની મેચ નથી. આ કોઈ બૂમો પાડવાની જગ્યા નથી. માત્ર એટલા માટે કે અહીં એક મોટી ભીડ અને મીડિયા હાજર છે.
10. ગેરકાયદેસર ગતિવિધિઓ થઈ શકે નહીં. પોલીસ પાસે એવી તમામ અપરાધિક ગતિવિધિઓને બંધ કરાવવાના અધિકાર છે.
જુઓ LIVE TV
અરજીકર્તાઓએ સુપ્રીમ પાસે શું માગણીઓ કરી હતી?
- સુપ્રીમ કોર્ટ પોલીસને નિર્દેશ આપે કે જામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર કોઈ પણ એક્શન ન લે.
- બંને યુનિવર્સિટીમાં થયેલી હિંસાની તપાસ માટે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના રિટાયર્ડ જજોની એક કમિટી બનાવવામાં આવે.
- યુનિવર્સિટીની મંજૂરી વગર પોલીસ જામિયા અને AMUમાં પ્રવેશ ન કરી શકે.
- ઘાયલ વિદ્યાર્થીઓને મફક ચિકિત્સક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે